Posts

કેટલાય વિદ્યાર્થીઓનું એક સપનું હોય છે કે વિશ્વની નામાંકિત યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવવી છે. આવી યુનિવર્સિટીઓમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીનું નામ મોખરે આવે છે. હાવર્ડમાં જવાનું સપનું હોય, લાયકાત પણ હોય પરંતુ આર્થિક મુશ્કેલીના કારણે ત્યાં સુધી પહોંચવું શક્ય બનતું નથી. કોરોના મહામારી તકલીફોની સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીઓ માટે એક ઉમદા તક પણ લાવી છે. હાવર્ડ યુનિવર્સિટીએ મહામારીના આ સમયમાં સમગ્ર વિશ્વના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કોઈપણ જાતના ચાર્જ વગર ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરવાની યોજના અમલમાં મૂકી છે. જુદા જુદા 67 પ્રકારના કોર્સ કોઈ ફી ચૂકવ્યા વગર તમે ઘરે બેસીને ઓનલાઈન કરી શકશો. સોશ્યલ મીડિયામાં સમય વેડફવાના બદલે હાવર્ડમાં કોઈ જાતના ચાર્જ વગર ઘરે બેસીને અભ્યાસ કરી લોકડાઉનનો લાભ ઉઠાવવા જેવો છે. આ રહી એ કોર્સ માટેની લિન્ક https://online-learning.harvard.edu/catalog?keywords=&paid%5B1%5D=1&max_price=&start_date_range%5Bmin%5D%5Bdate%5D=&start_date_range%5Bmax%5D%5Bdate%5D=
💐આજે ૧૧ એપ્રિલ ૨૦૨૦ .💐 મહાત્મા જ્યોતિરાવ ફૂલે ની જન્મ જયંતિ નિમિત્તે એમને કોટી કોટી નમન.🙏🙏🙏 ✒️ જેમને અંગ્રેજો તરફથી 1883 માં સ્ત્રી શિક્ષણક્ષેત્ર માં જે કામ કર્યુ જે એમના આ યોગદાન માટે 'ભારતના  સ્ત્રી શિક્ષણ આધ્યજનક ' કહીને નવાજવામાં આવ્યા. ✒️ જેમણે પોતાનું સમસ્ત જીવન સ્ત્રીઓ ના ઉદ્દારમાં અને તેમને શિક્ષિત બનાવવામાં તથા સમાજમાં રહેલી સ્ત્રીવિરોધી રીતીઓ, રૂઢીઓ ,પરંમપરાઓ નો પણ વિરોધ કર્યો અને એને નાબૂદ કરવા માટે જીવનભર સંઘર્ષ કર્યો. ✒️ તેઓ એક વિચારક, સમાજ સુધારક, કેળવણીકાર, અને સ્ત્રી ઉદ્ધારક હતા.તેમણે તેમની પત્ની ને પ્રથમ શિક્ષણ આપ્યું ત્યાર બાદ તેમને બીજા લોકો ને શિક્ષણ આપવા મોકલ્યા. સાવિત્રીબાઈ ફુલે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા હતી .  ✒️ તેમનો મૂળ ઉદ્દેશ મહિલાઓને શિક્ષણનો અધિકાર પૂરો પાડવો, બાળ લગ્નનો વિરોધ કરવો, વિધવા લગ્નને ટેકો આપવાનો છે.અને સ્ત્રીવિરોધી ચાલતી બદીઓ નાબૂદ કરવાનો હતો.તેઓ સ્ત્રી સશક્તિકરણના પ્રખર સમર્થક હતા . ✒️ મહાત્મા ફુલે સમાજને અંધશ્રદ્ધા, અંધ વિશ્વાસની જાળમાંથી મુક્ત કરવા માગતા હતા .તેમણે પોતાનું આખું જીવન મહિલાઓને શિક્ષણ પૂરું પાડવામાં,
https://gujarati.abplive.com/news/india/ias-officer-tina-dabi-on-how-bhilwara-model-for-covid-19-worked-504009
https://www.meranews.com/news/view/corona-will-be-gone-but-corona-has-given-a-lot-to-india
*બધું જ લોકડાઉન નથી!* *સૂર્યોદય, સૂર્યાસ્ત, પવન લોકડાઉન નથી!* *ચંદ્ર , તારા , ગ્રહો, ઉપગ્રહો લોકડાઉન નથી!* *પંખીનાં ટહૂકા, પશુઓનાં અવાજ લોકડાઉન નથી!* *પ્રેમ,દયા, સહાનુભૂતિ કશું જ લોકડાઉન નથી!* *પરિવાર અને સગા વ્હાલાનો સ્નેહ લોકડાઉન નથી!* *વાતચીત,સંવાદ, પ્રત્યાયન લોકડાઉન નથી!* *સર્જન, અનુભૂતિ, સંવેદના, સ્મૃતિ લોકડાઉન નથી!* *કલ્પના ,આશા, ઈચ્છા, તમન્ના લોકડાઉન નથી!* *સપના, ઊંઘ, ભૂખ, તરસ કશું જ લોકડાઉન નથી!* *પ્રાર્થના, ધ્યાન, સ્મરણ પણ લોકડાઉન નથી!* *ઉત્સાહ, ઉમંગ, ઊર્મિઓ લોકડાઉન નથી!* *જોયું!!!* *આપણી 'હાયહોય' અને 'આંધળી દોટ' સિવાય કશું જ લૉકડાઉન નથી!* *જે છે તે જાણીએ , માણીએ ને વખાણીએ* *માત્ર મન ને હૃદય લોકડાઉન ન થવા દઈએ* *વિશ્વ કલ્યાણની મંગલ કામનાઓ લોકડાઉન ન થવા દઈએ* *કંઈક નવું, અનોખું, અભિનવ કરવાની ઈચ્છાઓને લોકડાઉન ન થવા દઈએ*